Sunday, January 6, 2013

આઠ લક્ષ્મી આપશે તમને આવા આઠ પ્રકારના લાભ


આઠ લક્ષ્મી આપશે તમને આવા આઠ પ્રકારના લાભ


આઠ લક્ષ્મી આપશે તમને આવા આઠ પ્રકારના લાભ

નવા વર્ષ - 2013નો આ પ્રથમ શુક્રવાર અને શુક્રવાર એટલે ઘનની દેવી મહાલક્ષ્મીનો વાર આ દિવસે લક્ષ્મીજીનું પૂજન-મંત્ર વિશેષ લાભ આપે છે. સાથે લક્ષ્મીજીનું દર્શન પણ વધારે લાભ આપે છે.
અષ્ટલક્ષ્મીનું મંદિર હોય તો દર શુક્રવારે તેનું માત્ર દર્શન કરવું અને મનમાં ઈચ્છા હોય તે તેની સામે બોલવાથી ધનલાભ થાય છે. મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ માટે જો મહાલક્ષ્મીનું કે અષ્ટલક્ષ્મીનું મંદિર પ્રાપ્ત ન હોય તો અમે અહીં આપીએ છીએ લક્ષ્મીજીના આઠ રૂપો છે આઠ પ્રકારના લાભ અપાવે છે.

નવાવર્ષના પ્રથમ શુક્રવારે અહીં આપેલા અષ્ટલક્ષ્મી વિશે જાણો અને અહીં આપેલા તેના ચિત્રનાં દર્શન કરવાથી પણ સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે....

આદિલક્ષ્મીઃ જે રીતે નામથી જ સ્પષ્ટ થાય છે કે આ લક્ષ્મી માતાનું આદિ રૂપ માનવામાં આવે છે. આ માતા વૈકુંઠમાં ભગવાનની સાથે નિવાસ કરે છે. તેને રમા અને ઈન્દિરાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. તેના હાથમાં કમળ છે. તેની કૃપાથી ભગવાન નારાયણની કૃપા થઈ જાય છે.



ધાન્યલક્ષ્મીઃ ધાન્યનો અર્થ થાય છે અનાજ. જે લોકો કૃષિકાર્ય સાથે સંકળાયેલા છે, તેને માતાના આ રૂપની આરાધના કરવી જોઈએ. માતા ધાન્યલક્ષ્મીની કૃપાથી બધા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર અનાજ ઉગશે.

ધૈર્યલક્ષ્મીઃ માતાનું આ રૂપ સાહસ અને શક્તિ આપનારું છે.  જે લોકો માતા ધૈર્ય લક્ષ્મીની પૂજા કરે છે, તેનામાં નેતૃત્વ ક્ષમતા હોય છે, કારણ કે તે અસાધારણ ધૈર્ય અને સાહસના ધની હોય છે.

ગજલક્ષ્મીઃ શાસ્ત્રો અનુસાર સમુદ્રમંથનના સમયે ક્ષીરસાગરથી માતા લક્ષ્મીજી, જે રૂપે પ્રકટ થયાં તે માતા ગજલક્ષ્મી જ હતા. એ સાગરની દીકરી કહેવાય છે.  તે કમળ પર બેસેલાં છે, બન્ને તરફ હાથી માતા પર અમૃત વર્ષા કરી રહ્યા છે. માતાના આ રૂપની પૂજા કરનારને ત્યાં ધન વર્ષા થાય છે અને ક્યારેય પૈસાના પ્રોબ્લેમ્સ રહેતા નથી.

સંતાનલક્ષ્મીઃ કહે છે પૂત સપૂત તો શું ધનસંચય  અને પૂત કપૂત તો શું ધન સંચય. તાત્પર્ય એ છે કે યોગ્ય સંતાનથી મોટું કોઈ ધન નથી. જે સંતાનલક્ષ્મીની પૂજા કરી માતાના આશિર્વાદ લે છે, તેના માટે માતાની કૃપાથી સુસંસ્કૃત અને સ્વસ્થ સંતાન થાય છે. અર્થાત તેનાં સંતાનોમાં તેના માટે સૌથી મોટું ધન હોય છે.

વિજયલક્ષ્મીઃ માતના આ રૂપની પૂજા કરનારને જીવનના બધા ક્ષેત્રોમાં સફળતા અને વિજય મળે છે. જે લોકો વિભિન્ન વિવાદોમાં ફસાઈ શકે છે, જો તે વિજયલક્ષ્મીની આરાધના કરે તો તેને બધા વિવાદોમાં વિજય પ્રાપ્ત થાય છે.

ધનલક્ષ્મીઃ માતા ધનલક્ષ્મીની આરાધના કરનારને બધા પ્રકારના ધનની પ્રાપ્તિ થાય છે અને તેના જીવન ધન અને સમૃદ્ધિથી ભરપૂર હોય છે.

વિદ્યા લક્ષ્મીઃ માતાના આ રૂપની આરાધના કરનારને વિદ્યા અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
Post a Comment