Thursday, July 24, 2014

માત્ર 1 કપ હળદરવાળું દૂધ, ભયંકર બિમારીઓ ને ચરબી રાખે દૂર


માત્ર 1 કપ હળદરવાળું દૂધ, ભયંકર બિમારીઓ ને ચરબી રાખે દૂર

 
માત્ર 1 કપ
 હળદરવાળું દૂધ, ભયંકર બિમારીઓ ને ચરબી રાખે દૂર
 
ધર્મ ડેસ્ક, અમદાવાદઃ દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. સાથે હળદરને પણ આયુર્વેદમાં એક ખાસ સ્થાન આપવામાં આવ્યો છે. આ બન્ને વસ્તુઓના પોતાના અદભુત ગુણો અને ફાયદા છે. જે મોટાભાગના લોકો જાણતા જ હશે. આપણા રોજિંદા જીવનમાં જો દૂધ અને હળદરનો સમાવેશ કરવામાં આવે તો આપણે અનેક બીમારીઓથી તો બચી શકીએ સાથે આપણા શરીરમાં જમા થતી વધારાની ચરબીને પણ દૂર કરી શકીએ છીએ.
 
જોકે દૂધ અને હળદરનો ઉપયોગ અને જરૂરિયાત પણ જુદી-જુદી હોય છે. પરંતુ આજે અમે તમને દૂધ અને હળદરના મિલનથી થતાં અદભુત ફાયદા વિશે જણાવવાના છે. જે તમે નહીં જાણતા હોવ. તો ચાલો જાણીએ.
અસ્થમાથી લઈને બ્રોંકાઈટિસ જેવા રોગ
હળદર એન્ટીમાઈક્રોબિયલ હોય છે જેથી એક કપ ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખીને પીવાથી અસ્થમા, બ્રોંકાઈટિસ, ફેફસામાં કફ અને સાઈનસ જેવી સમસ્યાઓમાં આરામ મળે છે. આ બેક્ટેરિયલ અને વાઈરલ સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે. જેથી ઠંડી અને વરસાદની સિઝનમાં ખાસ કરીને રોજ એક કપ હળદરવાળું દૂદ પીવું જ જોઈએ.
 
વજન ઘટાડવા માટે
એક ગ્લાસ ગરમ દૂધ સાથે એક ચમચી હળદર નાખીને પીવાથી શરીરમાં જામેલા ચરબીના થર દૂર થવા લાગે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને મિનરલ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે.
સારી નીંદર માટે
હળદરમાં એમિનો એસિડ હોય છે. જેથી દૂધ સાથે હલદર નાંખીને પીવાથી સારી ઉંઘ આવે છે. જો તમને અનિદ્રાની સમસ્યા સતાવતી હોય તો રાત્રે સૂવાના અડધા કલાક પહેલા ગરમ દૂધમાં હલદર નાખી દૂદ પીવાથી સારી ઉઘ આવશે.
 
દુખાવામાં રાહત
હળદરવાળા દૂધનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી લઈને કાનના દુખાવામાં આરામ મળે છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે જેથી દુખાવો ઝડપથી દૂર થાય છે.
લોહી અને લિવરની સફાઈ
આયુર્વેદમાં હળદરવાળા દૂધનો ઉપયોગ સંશોધન પ્રક્રિયામાં કરવામાં આવે છે. આ લોહીમાં રહેલા ટોક્સિન્સને દૂર કરે છે અને લિવરને સાફ રાખે છે. હળદરવાળું દૂધ પીવાથી પેટ સંબંધી સમસ્યાઓથી પણ છુટકારો મળ છે.
 
માસિક સ્ત્રાવમાં આરામ
માસિક સ્ત્રાવ દરમિયાન હળદરવાળું દૂધ પીવાથી ક્રેમ્પ્સ સામે રક્ષણ મળે છે અને સ્નાયુઓમાં થતાં દુખાવા પણ રાહત મળે છે. 
મજબૂત હાડકાં
દૂધમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેથી દૂધમાં હળદર નાખીને સેવન કરવાથી હાડકા મજબૂત બને છે અને શરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા વધે છે.
 
આ રીતે દૂધ અને હળદરને મિક્ષ કરીને તેનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય લાભ થાય છે. ઠંડીમાં તો આ મિશ્રણનો લાભ બમણો થાય જાય છે. જો કે ગરમીમાં પણ હળદરવાળું દૂધ રોજ સવારે અથવા રાત્રે સૂતી વખતે પી શકાય છે. પરંતુ ગરમીની ઋતુમાં હળદરનો ઉપયોગ માપસર પ્રમાણમાં કરવો.

Post a Comment