Wednesday, July 16, 2014

વિશ્વની શ્રેષ્ઠ ખુશીઓ કઇ?


વિશ્વની શ્રેષ્ઠ ખુશીઓ કઇ? (સતરંગી)

 
 
 
ખુશી અને વિજ્ઞાાન
 
 ધબકારાની ગતિ વધી જાય છે અને દિમાગમાં અમુક પ્રકારનાં કેમિકલ જનરેટ થાય છે, જે તેના સ્ટ્રેસના લેવલને ઓછામાં ઓછા ચાલીસ ટકા ઘટાડે છે. આ સ્ટ્રેસ ઘટવાને કારણે એવું પણ બને છે કે જે સ્ટ્રેસ વ્યક્તિ ભોગવતો હોય એમાંથી એને કોઈ રસ્તો પણ મળી જાય. મનોચિકિત્સક અને ધર્મગુરુઓ સુખ અને ખુશીની વ્યાખ્યા જુદી કરે છે. આધ્યાત્મિક સ્પષ્ટતા કરતાં પોપ જોન પોલે કહ્યું હતું, 
હરવું-ફરવું, લેવિસ લાઇફસ્ટાઇલ વચ્ચે જીવવું, ક્રિમિનલ કહેવાતા એવા અર્થહીન ખર્ચાઓ કરવા કે પછી લોકો કલ્પના પણ ન કરી શકે એવી જગ્યાએ જવું અને આ બધું કરી શકાય એવી ક્ષમતા હાંસલ કરવી. જો તમને લાગતું હોય કે આ તાકાત અને આ કેપેસિટી તમારી પાસે હોય તો તમે દુનિયાની સર્વોત્તમ ખુશી પ્રાપ્ત કરી શકો, તો તમારી આ માન્યતા ભારોભાર ભૂલભરેલી અને અર્થહીન છે, કારણ કે આ બધું કરી શકે એવી ક્ષમતા ધરાવતા લોકોએ પણ માન્યું છે કે આ બધું માણ્યા પછી પણ સાચી ખુશી ક્યારેય એમાંથી નથી મળતી. અલાસ્કામાં જઈને બરફ પર લસરપટ્ટીઓ ખાધા પછી પણ સાચો આનંદ તો વાઇફ પાસેથી માથે તેલ નંખાવવામાં જ છે અને પનામાના ટેન્ટ સિટીમાં રહ્યા પછી પણ સૌથી વધુ ખુશી તો કોઈએ તમને લખેલા લવલેટર વાંચીને નોસ્ટાલજિક થવામાં જ છે. વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા પણ આ કબૂલાતમાં આવી ગયા અને દુનિયાને અહિંસાનો માર્ગ દેખાડીને હિન્દુસ્તાનને આઝાદ કરાવનારા મહાત્મા ગાંધીનો પણ સમાવેશ થઈ ગયો. બોલિવૂડમાં ટ્રેજેડી કિંગ તરીકે પોપ્યુલર થયેલા દિલીપકુમારની આત્મકથા થોડા સમય પહેલાં જ પ્રસિદ્ધ થઈ. આત્મકથાના વિમોચન સમારંભમાં દિલીપકુમારે ધ્રૂજતાં અવાજે કહ્યું હતું કે, "એવોર્ડ લેતી વખતે પણ જેટલી ખુશી નહોતી થતી એટલી ખુશી બીવી સાયરાબાનુ પાસે માથે તેલ ઘસાવીને થાય છે. બધું ભુલાઈ જાય છે. આજે પણ એ જ્યારે તેલ નાખી આપે છે ત્યારે એની આંગળીના ટેરવાનો સ્પર્શ બધાં દર્દ ભુલાવી દે છે."
'લિવિંગ લાઇફ' નામના અમેરિકાના એક મેગેઝિને કરેલા સર્વેમાં કુલ ૨૦ એવી વાત કહેવામાં આવી હતી કે જે દેખાવે સાવ નાનકડી અને દુન્યવી માનસિકતા ધરાવતા લોકો માટે સાવ ફાલતુ હતી, પણ એ ૨૦ વાત વિશ્વનું પરમસુખ લઈને આવે છે, એવો એ મેગેઝિને દાવો કર્યો છે. આ પરમસુખમાં પહેલા નંબરે જે આવે છે એ છે તમારા પ્રિય પાત્ર સાથે કરેલી વોક. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાં આ પહેલા નંબરના લિસ્ટમાં આવે છે. ઓબામા દુનિયામાં ધારે તે સંપત્તિ ખરીદી શકે એમ છે, તમામ પ્રકારનું સુખ માણી શકે એમ છે, પણ એ બધાની વચ્ચે પણ બરાકને સાંજના સમયે પોતાની વાઇફ સાથે એકલા ટહેલવા જેવું ઉત્તમ સુખ બીજે ક્યાંય મળ્યું નથી. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ આ જ લિસ્ટમાં સામેલ છે. બિગ બીને વાઇફ સાથે ટહેલવું બહુ ગમે છે, પણ ઇન્ડિયામાં એ શક્ય નથી એટલે એ એવા દેશ પસંદ કરે છે કે જ્યાં હિન્દી કે એશિયન ફિલ્મનું કોઈ ચલણ ન હોય. એવા દેશમાં જઈને બિગ બી બીજું કંઈ કરતા નથી પણ એ માત્ર વોક કરવા જાય છે. જયા બચ્ચન તેમની સાથે હોય અને કોઈ જાતની વાતચીત વિના બન્નેની વાત ચાલ્યા કરે. બિગ બીએ પોતાના બ્લોગમાં એક વાર લખ્યું હતું, "કંઈ પણ કહ્યા વિના માત્ર ચાલતા રહેવાનું અને એ પછી એમ જ મૂંગા મોઢે પાછાં આવવાનું. ખામોશી પણ વાત કરતી હોય છે એ એ સમયે તાદૃશ થાય."
દિલીપકુમારની આગળ વાત થઈ. તેમને સાયરાબાનુ તેલ નાખી આપે એ વાતમાં સૌથી ખુશી મળે છે, તો આ જ કેટેગરીમાં અક્ષયકુમાર પણ આવે છે. અક્ષયકુમાર આજે પણ નિયમિત રીતે દરરોજ પાછાં આવ્યા પછી વાઇફ ટ્વિંકલ પાસે માથામાં તેલમાલિશ કરાવે છે અને બે છોકરાની મા એવી ટ્વિંકલ અક્ષયને માલિશ કરી આપે છે. આ માલિશ એ અક્ષયકુમારને શ્રેષ્ઠતમ શાતા આપે છે અને એ એમાં યોગ પછી મળી રહેનારા રિલેક્સેશન જેવી ફીલિંગ્સ મેળવે છે.
બોલિવૂડને છોડીને વાત કરીએ તો આ યાદીમાં રતન ટાટાથી શરૂઆત કરવી જોઈએ. રતન ટાટાને જાતે રસોઈ બનાવવામાં જે આનંદ આવે છે, એવી ખુશી તેમને બીજી કોઈ બાબતમાં નથી મળતી. રતન ટાટાની કંપનીના અનેક કર્મચારીઓ રતન ટાટાના હાથની રસોઈ ખાઈ ચૂક્યા છે. ટાટાના ઘરે કૂક ન હોય એવું તો કોઈ હિસાબે બને નહીં પણ તેમને જ્યારે એવો મૂડ આવે ત્યારે એ પોતે કિચનમાં પહોંચી જાય છે અને જાતે રસોઈ બનાવવા માંડે છે. થોકબંધ વાર એવું બન્યું છે કે રતન ટાટાના કૂક પણ ટાટાના હાથે બનેલી રસોઈ જમ્યા હોય. રતન ટાટા જેવો જ શોખ હોલિવૂડ સ્ટાર લિઓનાર્ડો કેપ્રિઓનાને છે.લિઓનાર્ડો તો રીતસર પાર્ટી રાખે અને એ પાર્ટીમાં પોતાના હાથે રસોઈ બનાવીને જમાડે. સંજય દત્ત ભલે અત્યારે જેલમાં હોય, પણ બાબા જ્યારે બહાર હતા ત્યારે તે પણ આ જ પ્રકારે રસોઈ પર હાથ અજમાવી ચૂક્યા છે. સંજુબાબા તો કોઈની બનેલી રસોઈમાં પણ જાત-જાતના અખતરા કરીને એમાંથી નવી વેરાઇટી બનાવવામાં ઉસ્તાદ છે. હોટ બ્રાઉની ઠંડા દૂધમાં ડુબાડીને ખાવાથી એનો આખો ટેસ્ટ બદલાઈ જાય છે, એવું અડધા બોલિવૂડને સંજુબાબાએ શીખવ્યું છે. પનીર પકોડા માર્કેટમાં મળે છે, પણ લાલ મરચાંની અંદર ચીઝ ભરીને એના પકોડા સંજય દત્ત બનાવતો. મરચાંની તીખાશ, ચીઝનો નમકીન ટેસ્ટ અને તળાઈને કરકરો થઈ ગયેલો ચણાનો લોટ! સંજુબાબા કહેતાં કે મારી વેરાઇટી કોઈ ખાય ત્યારે મને એવી શાંતિ થાય કે જાણે કે મને સ્વર્ગ મળી ગયું.
વિશ્વના પરમસુખમાં આ બધાં સુખનો સમાવેશ ઓફિશિયલી થયો છે, તો આ જ સુખ સાથે વરસતા વરસાદમાં મન મૂકીને, કોઈની શરમ રાખ્યા વિના નાચવાની મજાને પણ સુખ ગણાવ્યું છે અને અચાનક જ મનગમતું ગીત ક્યાંક સાંભળવા મળી જાય એ વાતને પણ અકલ્પનીય ખુશીમાં લેખાવવામાં આવ્યું છે. હુલામણા કે પ્રેમથી પાડવામાં આવેલા નામથી અચાનક જ કોઈ બોલાવે ત્યારે પણ મનમાં ખુશી પ્રસરી જાય છે, જે ખુશી લાખોની દોલત ખર્ચ્યા પછી પણ નથી મળતી.
Post a Comment