Friday, August 8, 2014

શિવના 12 જ્યોતિર્લિંગરૂપ અવતાર

શિવના 12 જ્યોતિર્લિંગરૂપ અવતારની નિત્ય પૂજાથી મળે છે સર્વસુખ


।। અવતારન શૃણૃ વિભોદ્વાર્દશપ્રતિમિતાન પરાન ।
જ્યોતિર્લિંગસ્વરૂપાન્વૈ નાનોકિતકારકાન્મુને ।।
 
શ્રાવણ મહિનો છે અને શિવની લીલાઓ વિશે તો બધા શિવભક્તો તેમના વિશે જાણવાની ઈચ્છા ધરાવતા હોય છે. ત્યારે તેમના સૌથી પવિત્ર સ્થળ ગણાતા બાર જ્યોતિર્લિંગ અને તેના અવતારો વિશે પણ અનેક વાતો જાણવા જેવી છે. આજે અમે તમને બતાવી રહ્યા છીએ શિવના આ બાર જ્યોતિર્લિંગ વિશે જેના વિશે નંદિશ્વરે મુનીઓને વાત કહી છે.
નંદિશ્વર કહે, હે જ્ઞાનિ મુનિ, ભોળાનાથની આમ અનેક લીલાઓ છે. હવે તેમનાં જયોતિર્લિ‌ગના વિશે સાંભળો. 
 • સૌરાષ્ટ્રમાં સોમનાથ, 
 • શ્રીશૈલ પર મલ્લિકાઅર્જુન, 
 • ઉજજયિનીમાં મહાકાલ, 
 • ઓંકારમાં અમરેશ્વર, 
 • હિ‌માલયની પીઠ પર કેદારનાથ, 
 • ડાકિનીનાં ભીમશંકર, 
 • કાશીમાં વિશ્વનાથ, 
 • ગૌતમીના કિનારે ત્રયંબક, 
 • ચિતાભુમી પર વૈધનાથ, 
 • દારુકાવનમાં નાગેશ્વર, 
 • સેતુબંધમાં રામેશ્વર, 
 • તથા શિવાલયમાં ધુશ્મેશ: 
પ્રભુ શિવના તે બાર અવતારો છે.

સોમનાથઃ-
હે જ્ઞાનિ મુનિ દર્શન તથા સ્પર્શ કરવાથી લોકોને સંપૂર્ણ આનંદ કરનાર છે. તેમાંના પહેલા સોમનાથ ચન્દ્રના દુ:ખોનો નાશ કરનાર છે. તેનું પુજન કરવાથી ક્ષય, કોઢ વગેરે રોગોનો નાશ થાય છે. એ સોમનાથ શિવના અવતાર હોય લિંગરૂપે રહ્યા છે. પૂર્વે ચન્દ્રએ સૌરાષ્ટ્રમાં તેમને પુજયા હતા. ત્યાં સર્વ પાપોનો નાશ કરનારો ચન્દ્રચુડ છે. તેમાં સ્નાન કરી બુદ્ધિમાન મનુષ્ય સર્વ રોગોથી મુકત થાય છે. સોમેશ્વર નામનું લિંગ પરમાત્મા રૂપ છે. તે મોક્ષ આપનાર છે.
શ્રીગીરી પર્વત પર મલ્લિકાર્જુન નામે શિવનો બીજો અવતાર છે. તે લિંગરૂપે થયો છે. તે ભક્તોને ઈચ્છીત ફળ આપનાર છે. લિંગરૂપે સ્તુતિ કરાયેલા તે શિવ પોતાના પુત્ર કાર્તિ‌કેયને મહાપ્રેમથી મળવાના કરણે પોતાના પર્વત કૈલાસ પરથી ત્યાં ગયા હતા. હે મુનિ, તે બીજું જ્યોતિર્લિંગ છે.તે સુ:ખ તથા મુક્તિ આપનાર છે.

મહાકાલઃ-
ઉજ્જૈયની નગરીમાં મહાકાલ નામે ભોળાનાથનો ત્રીજો અવતાર થયો. તે ભક્તજનોની રક્ષા કરનાર છે. પૂર્વે દુષણ નામનો દાનવ વેધધર્મનો નાશ કરતો હતો. ઉજ્જૈયનીમાં જઇને તેણે બ્રાહ્મણો ઉપર મહાત્રાસ ગુજારવા માંડયો હતો. તેવા સમયે દેવોએ સ્તુતિ કરવાથી મહાકાળે રત્નમાળ દેશમાં વસતા તે અસુરને માત્ર હુંકારથી તરત બાળી નાખ્યો હતો. એ મહાકાલ દેવોની પા્રર્થનાથી ત્યાં જયોતિર્લિંગ રૂપે ત્યાં રહ્યા છે.

ઓમકારેશ્વર, કેદારેશ્વર, ભીમશંકર અને કાશી વિશ્વનાથઃ-
 
-પ્રભુ ભોળાનાથનો ઓમ કારનામે ચોથો અવતાર એ પરમેશ્વર રૂપ છે. પ્રભુ પોતાના પાર્થિ‌વ લિંગમાં પ્રકટયા છે. ઓમકાર ભોગ તથા મોક્ષ આપનાર છે. તેમજ પાર્થિ‌વ લિંગ પરમેશ્વર નામે રહેલા છે. તેમનું પુજન કરવાથી ભક્તોને ઈચ્છીત ફળ પ્રાપ્ત થાય છે.
-પાંચમો કેદારેશ્વર અવતાર શ્રદ્ધાવાન ભક્તોને સર્વ સુખ આપનાર છે.
 
-જયારે શંકરનો છઠ્ઠો અવતાર ભીમશંકર નામે થઇ ગયો. તે અસુરાનો નાશ કરનાર છે.
 
-કાશીમાં વિશ્વનાથ નામે સાતમાં અવતાર થયો. હે મુનિ, તે સર્વ બ્રહ્મારૂપ હોય ભોગ તથા માક્ષ દેનાર છે. વિષ્ણ આદિ દેવો તેમને પુજે છે. ભરવ પણ તેમની પુજા કરે છે.

ત્ર્યંબકેશ્વરઃ-
ત્ર્યંબક નામનો ભગવાન ભોળાનાથનો આઠ્ઠમો અવતાર થયો છે. તે ગૌતમ ઋષિની પાર્થના ઉપરથી ગૌતમ નદીના તટે પ્રગટેલ છે. તેઓ ભક્તિથી ત્યાં અચળ રહ્યા છે. તેમની ભક્તિથી સર્વ કામનાઓ સિદ્ધ થાય છે. મુક્તિ પણ મળે છે.

ભગવાનનો વધનાથ નામનો નવમો અવતાર કહેવાય છે. તે ધણી લીલાઓ કરનાર છે.તે પ્રભુ રાવણ માટે પ્રકટ થયા હતા. એ રાવણ લાવવારૂપ બહાનું કરી મહેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપ પિતાની ભુમી પર સ્થિર થઇ પ્રતિષ્ઠા પામ્યા છે. તે વધનાથેશ્વર નામે ત્રણે લોકમાં પ્રસિદ્ધ છે. તેમની ભકિતથી માક્ષ મળે છે. તેનું શ્રવણ કરના ભકિત અને સુ:ખ શાંતિ મળે છે.

નાગેશ્વરઃ-
નાગેશ્વર નામે ભોળાનાથનો દસમો અવતાર કહેવાય છે. તે પોતાના ભક્તો માટે પ્રકટયો છે. તે દુષ્ટોને સર્વકાળ શિક્ષા આપના ર છે. ધર્મનો નાશ કરનાર દારૂક નામના રાક્ષસને મારી તે શિવજીએ પોતાના ભક્ત સુપ્રિય નામના શ્રેષ્ઠ વશ્યનું રક્ષણ કર્યું. હે મુનિ, તે નાગેશ્વરનું પુજન કરવાથી તત્કાળ મોટા પાયાનો સમુહ નાશ પામે છે.

શ્રીરામેશ્વરઃ-
સદાશિવનો અગિયારમો અવતાર શ્રીરામેશ્વર કહેવાય છે. તે શ્રીરામચન્દ્રએ સ્થાપેલ છે. તે પ્રભુ ભોળાનાથ ભક્તવત્સલ જયોતિર્લિંગ રૂપે પ્રકટેલ છે. તેઓ રામ પર પ્રસન્ન થયેલા હતા. તેમને તેઓએ પ્રેમથી વરદાન આપ્યું હતું. શ્રીરામની પા્રર્થનાથી ભોળાનાથ તે વખતે સેતુબંધના સમયે જ્યોતિર્લિંગરૂપે થયા હતા. ભગવાન શ્રીરામે ભોળાનાથની ખુબ પૂજા કરી હતી. એ પ્રભુ શ્રીરામેશ્વરનો પૃથ્વી પર અપાર મહિ‌માં છે. તે પૂજનિય છે અને વંદનિય છે. જે ભક્ત જે રામેશ્વરને ગંગા s।।ન કરાવે છે તથા ભકિતભાવથી પૂજે છે. તેમની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તે સર્વ ભોગો ભોગવી, દુલર્ભ સુખને પામે છે. સદગતિ મેળવે છે.

ઘુશ્મેશ્વરઃ-

ભોળાનાથનો બારમો અવતાર ઘુશ્મેશ્વર ઘુશ્મેશ્વર નામે થયો છે.ભકતવત્સલ ભોળાનાથ ભગવાને અનેક લીલાઓ અને માયાઓ કરી છે. તેમણે તેમ કરીને ઘુશ્માને ધણો આનંદ આપ્યો છે. હે મુનિ, ઘુશ્માનું પ્રિય કરનાર એ ભગવાન ભોળાનાથ દક્ષિણ દિશામાં દેવશિલ પર્વતની વચ્ચે સરોવરમાં પ્રકટયા હતા. હે મુનિ, ઘુશ્માના પુત્રને સુહેદ નામના દૈત્યે મારી નાખ્યો હતો. ઘુશ્માની ભકિતથી પ્રકટેલા ભોળાનાથે તેને સજીવન કર્યો હતો. એ ઘુશ્માએ પ્રાર્થના કરી એટલે દયાળુ, કૃપાળુ ભોળાનાથ સંતુષ્ટ થયા હતા. ભોળાનાથ ત્યાં તે સરોવર તટે જયોતિર્લિંગ સ્વરૂપ ઘુમેશ્વર નામે બિરાજે છે. તે શિવલિંગના દર્શન કરી, ભકિતથી તેની પૂજા કરીને મનુષ્ય આ લોકમાં સર્વ પ્રકારનાં સુખ-આંનદ ભોગવે છે. તેમજ મુકિત મેળવે છે.
જે મનુષ્ય અગર ભક્ત આ સંહિ‌તાનો શ્રદ્ધાથી નિત્ય પાઠ કરે છે. તે સર્વ સુખ પામે છે.

શ્રાવણમાં શિવસ્વરૂપ રુદ્રાક્ષ પહેરવાના છે એકથી એક ચડિયાતા ફાયદા!

શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે ત્યારે શિવજીનું સૌથી પવિત્ર ફળ મનાતું અને શિવજીના સાક્ષાત આંસુ તરીકે જાણીતુ રુદ્રાક્ષ ખૂબ જ ચમત્કારી છે. તેને ધારણ કરવાથી ધાર્યા ફળ પ્રાપ્ત કરી શકાય છે અને દરેક સુખ પ્રાપ્ત કરી શકાય છે. રુદ્રાક્ષ એક દુર્લભ ફળ છે. તેના પ્રત્યે સદીઓથી લોકોની આસ્થા જોડાયેલી છે. રુદ્રાક્ષ મોટાભાગે નેપાળ, ભૂટાન અને હિમાલયની પહાડીઓમાં જોવા મળે છે. રુદ્રાક્ષ ઉપર થયેલા અનેર રિસર્ચ પ્રમાણે એક મુખીથી લઈને 21 મુખી રુદ્રાક્ષ જોવા મળે છે. 

રુદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેની વિધિ-વિધાનથી પૂજા ખૂબ જ જરૂરી છે. એમ ન કરવાથી તેનું યોગ્ય ફળ પ્રાપ્ત નથી થતું. જો તમ પણ રુદ્રાક્ષ ધારણ કરીને તેના ફળ પ્રાપ્ત કરવા માગતા હોવ તો આગળ વાંચો કયા પ્રકારનું રુદ્રાક્ષ તમારી અનુકૂળ છે અને તમે શેના માટે ધારણ કરવા માગો છો તે પહેલા નક્કી કરી લેવું ત્યારબાદ કોઈ નિષ્ણાત જ્યોતિષ પાસે તેને ધારણ કરવાની વિધી જાણી લેવી. આજે અમે તમને બતાવી રહ્યા છીએ કયા કયા રુદ્રાક્ષથી કેવા ફળ પ્રાપ્ત થાય છે.

એક મુખી રુદ્રાક્ષઃ-
 
આ રુદ્રાક્ષ સૂર્યનું પ્રતીક છે. ધ્યાન, યોગ કરનારા, પ્રગતિ પ્રાપ્ત કરનારા લોકો માટે ખૂબ જ ફળદાયી છે. સૂર્યના દુષ્પ્રભાવોને દૂર કરવા માટે તે પહેરી શકાય છે. આ રુદ્રાક્ષ યશ અને કિર્તી અપાવે છે.
 
-બે મુખી રુદ્રાક્ષઃ-
 
આ રુદ્રાક્ષ અર્ધનારીશ્વરનું પ્રતીક છે. સ્ત્રી-પુરુષના સંબંધોમાં આત્મીયતા લાવે છે. પારિવારિક સુખ અપાવે છે અને ચદ્રાના દુષ્પ્રભાવોને દૂર કરે છે.
 
ત્રણ મુખી રુદ્રાક્ષઃ-
 
નિર્ભયતા અને સાહસનું તત્વ વ્યક્તિત્વમાં લાવે છે. તેને પહેરવાથી હીન ભાવનાઓથી મુક્તિ મળે છે, કોઈપણ મંગળદોષ હોય તો તેમાં પણ મદદરૂપ થાય છે. સારા સ્વાસ્થ માટે પણ સારું, જૂના પાપોનું પણ શમન કરે છે.

ચાર મુખી રુદ્રાક્ષઃ-
 
વિદ્યાર્થીઓ માટે સર્વશ્રેષ્ઠ. બુદ્ધિમાં વિકાસ અને સ્મરણશક્તિ તંદુરસ્ત કરે છે. વૈજ્ઞાનિક કલાકારો અને લેખકોએ તેને ધારણ કરવાથી ખૂબ જ લાભ થાય છે. માનસિક રોગમાં સહાયક અને બુધના દોષોને દૂર કરે છે.
 
પંચમુખીઃ
 
તે પ્રકૃતિમાં સૌથી વધુ જોવા મળે છે. તેના સ્વામી ગુરુ છે. માનસિક સ્વાસ્થ સારું રાખવાની સાથે જ અકાળ મૃત્યુથી બચાવે છે. જપ-તપમાં સૌથી વધુ તેનો પ્રયોગ આ રુદ્રાક્ષનો કરવામાં આવે છે.
 
છ મુખી રુદ્રાક્ષઃ-
 
છ મુખી રુદ્રાક્ષ, વિદ્યા તથા જ્ઞાનનું પ્રદાતા માનવામાં આવે છે. તે બાળકોમાં ધ્યાન અને હોશિયારી વધારે છે. તે માનસિક કાર્ય કરનારા લોકો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે, જેમ કે શિક્ષક વર્ગ, વેપારી, પત્રકાર, લેખક, સંપાદક, આરુદ્રાક્ષનું સંચાલક ગ્રહ શુક્ર છે.

સાત મુખીઃ-
 
જો તમે પોતાના ધનને વધારવા માગતા હોવ તો તેને પહેરો. તે શનિદોષને શાંત કરે છે. જો તમને વાત વ્યાધિ, જોડોનું દર્દ સંબંધી પરેશાનીઓ હોય, તો પણ તે કારગર રહે છે. આ રુદ્રાક્ષને રોકડા રૂપિયાની પેટીમાં રાખવામાં આવે છે.
 
આઠ મુખી રુદ્રાક્ષઃ-
 
ગણેશજીની કૃપાવાળુ આ રુદ્રાક્ષ કોઈપણ પ્રકારના નવા કામ માટે સારું રહે છે. તે રાહુના દુષ્પ્રભાવો સામે રક્ષા કરે છે. ફેફસા સાથે સંબંધિત વિકાર, ત્વચા રોગ, કાળસર્પ દોષ અને ઈર્ષાના દુષ્પ્રભાવોથી મુક્ત કરે છે. 
 
નવ મુખીઃ-
 
તેને પહેરવાથી આત્મબળ વધે છે. સહનશક્તિ, શૌર્ય અને સાહક વધે છે. નામ અને યશ ચારેય તરફ ફેલાય છે. ભક્તિ ભાવ વધે છે. પેટસંબંધી રોગ અને શારીરિક પીડાને દૂર કરે છે. કાળસર્પના દોષને દૂર કરવામાં સહાયક છે.

દસ મુખી રુદ્રાક્ષઃ-
 
તે ગ્રહ નવગ્રહ શાંતિ માટે સારું છે. વાસ્તુદોષ તથા વ્યક્તિની કુંડળીમાં સ્થિત બધા દોષોનું નિવારણ આ ગ્રહથી કરી શકાય છે. તે પહેરવાથી ખરાબ નજર, જાદુ ટોણાથી બચી શકાય છે. ઉચ્ચ પદાધિકારીઓ તથા ઉદ્યોગપતિઓ માટે લાભદાયી છે.
 
અગિયાર મુખીઃ-
 
હનુમાનજીની શક્તિનું પ્રતીક છે આ રુદ્રાક્ષ. વ્યક્તિમાં બળ અને સાહસ વધારે છે. વ્યક્તિમાં વાકકુશળતા તથા આત્મવિશ્વાસને વધારીને પ્રસિદ્ધિ અપાવે છે. બધા પ્રકારના ભયથી મુક્તિ અપાવે છે.
 
બાર મુખીઃ-
 
આ રુદ્રાક્ષ નેતૃત્વ અને શાસકીય ક્ષમતામાં વધારો કરે છે. મંત્રી, ઉદ્યોગપતિ કે એવા લોકો જે યશ ઈચ્છતા હોય તેમને આ રુદ્રાક્ષ જરૂર પહેરવું જોઈએ. નેત્ર અને હૃદયરોગ માટે તે લાભદાયી છે. તેને પહેરવાથી યશ અને કીર્તી વધે છે.
13 મુખીઃ-
 
આ રુદ્રાત્રના નિયંત્રક દેવતા ઈન્દ્ર, વિષ્ણુ અને કામદેવ માનવામાં આવે છે. તેને ધારણકરવાથી ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. તેને પહેરવાથી પ્રમોશન ઝડપથી મળે છે. તે મુકી રુદ્રાક્ષ વ્યકક્તિની દરેક પ્રકારની કામનાને પૂરી કરે છે. આ રુદ્રાક્ષ યૌન શક્તિનું પ્રદાતા છે.
 
14 મુખીઃ-
 
તેને દેવમણી કહે છે. અત્યંત દુર્લભતાથી મળે છે. તેને પહેરવાથી છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થઈ જાય છે. તેનાથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓનું જ્ઞાન મળે છે. તેને પહેરવાથી સમસ્ત સંકટ, હાની, રોગ વગેરેનું શમન થઈ જાય છે. કોઈની કુંડળીમાં શનિદોષ હોયતો તેનાથી પણ તે દૂર થાય છે. શેરબજારના વેપારીઓ માટે તે લાભકારી છે.
 
15 મુખીઃ-
 
તે આત્મજ્ઞાન, યોગસાધના, ધ્યાન તથા ધનસંપદા અપાવે છે, તેમાં 14 મુખી રુદ્રાત્રોના તમામ ગુણ સામેલ હોય છે. ધન, સંપત્તિ તથા યશનો અતિરક્ત લાભ છે.
 16 મુખીઃ-
 
વિજય અને કીર્તી અપાવનાર આ રુદ્રાક્ષ દુશ્મનો, ચોરી તથા અપહરણકર્તાઓથી બચાવે છે. ભગવાન શ્રીરામની કૃપાથી ઓતપ્રોત આ રુદ્રાક્ષ અત્યંત શક્તિશાળી છે. દુશ્મનો ઉપર વિજય મેળવવા માટે આ શ્રેષ્ઠ છે. પ્રિયજનો સાથે બિછડી જવાનો ભય અને લગ્ન પહેલાની ચિંતાઓને દૂર કરે છે.
 
17 મુખીઃ-
 
તેને વિશ્વકર્મા રુદ્રાક્ષ કહે છે. તે દુર્લભતાથી મળે છે. તેને પહેરવાથી અચાનક ધન-સંપત્તિ મળવાના યોગ બને છે. આ રુદ્રાક્ષ માત્ર લકી લોકોને જ મળે છે. જે લોકો નવા ઉદ્યોગો કે નિર્માણમાં જવા માગે છે તેમની માટે તે અતિ ઉત્તમ છે.
 
18 મુખીઃ-
 
તેને ભૂમિ રુદ્રાક્ષ પણ કહે છે. તેને પહેરવાથી કોઈ નવું કામ, નવો પ્રોજેક્ટ, નવું કાર્ય તથા મોટા પ્રોજેક્ટ મળે છે. તે સ્ત્રીઓને પ્રસવ પહેલા પ્રજનન દોષોથી બચાવે છે. બાળકોના અનેક પ્રકારના રોગોથી રક્ષણ કરે છે.
19 મુખી રુદ્રાક્ષઃ-
 
આ નારાયણ રુદ્રાક્ષ કહેવાય છે. વેપાર, રાજનીતિ અને નેતૃત્વના ગુણો વધારે છે. બધા પ્રકારના ભય અને તણાવને દૂર કરે છે. કોઈપણ સારું કામ કરતી વખતે તેને પહેરવાથી લાભ મળે છે. દુશ્મનોની કુદ્રષ્ટિ અને ઈર્ષાથી પણ રક્ષણ કરે છે.
 
20 મુખી રુદ્રાક્ષઃ-
 
તે બ્રહ્મા રુદ્રાક્ષ છે.તે માનસિક શાંતિ માટે જરૂરી છે. તર્ક શક્તિ, સંભાષણ, વાદ વિવાદ માટે તે પહેરવું જોઈએ. આ રુદ્રાક્ષ ખૂબ જ મુશ્કેલીઓ પછી પ્રાપ્ત થાય છે. જો કોઈને પણ તે મળી જાય તો ખૂબ જ સન્માનની સાથે પહેરવું જોઈએ.
 
21 મુખીઃ-
 
તે કુબેર રુદ્રાક્ષના નામથી ઓળખાય છે. વિશ્વનું એવું કોઈ સુખ નથી જે આ રુદ્રાક્ષ પહેર્યા પછી ન મળે. તે પહેરનારને પૂર્ણ વિજેતા કહેવાય છે. આ રુદ્રાક્ષને પહેરવાથી બધી ઋણાત્મકતા દૂર થઈ જાય છે. તેને પહેરવાથી બધી ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થઈ જાય છે.
Post a Comment