Wednesday, August 13, 2014

શિક્ષણનું ભારતીયકરણ... ભારતમાં નહીં થાય તો ક્યાં થશે?

શિક્ષણનું ભારતીયકરણ... ભારતમાં નહીં થાય તો ક્યાં થશે?

 
શિક્ષણનું ભારતીયકરણ... ભારતમાં નહીં થાય તો ક્યાં થશે?
 
 
નીચે થોડા પ્રશ્નો પૂછવાનું મન થાય છે. સમાજના શિક્ષણવિદો, ચિંતકો, દરેક નાગરિક એના ઉપર મનોમંથન કરે...
 
અમેરિકાના નેતાઓ Be American, Buy American એવું સૂત્ર આપી શકે... જાપાન પોતાના જ દેશનાં ઉત્પાદનો વાપરવાનો તીવ્ર આગ્રહ રાખી શકે...ઇંગ્લેન્ડ ૧૯મી સદીના અંતમાં ફ્રેન્ચ ભાષાને બંધારણીય રીતે ફગાવી દઇ અંગ્રેજી ભાષાની પુન:પ્રતિષ્ઠા કરી શકે... પણ ભારતમાં જન્મેલા, ભારતનું નાગરિકત્વ ધરાવતા, ભારતના જ કેટલાક દંભી સેક્યુલારિસ્ટો ભારતનો સાચો ઇતિહાસ શીખવતાં પાઠયપુસ્તકોનો વિરોધ કરે, વેદ અને સંસ્કૃત ભાષાનો વિરોધ કરે, ભારતના ઋષિ-મુનિ-વિજ્ઞાનીઓએ કરેલી શોધોની અવગણના કરે, ભારતની કલા અને ભારતના સાહિ‌ત્યની અવહેલના કરે, ભારતના સર્વશ્રેષ્ઠ તત્ત્વચિંતનને વામણું માને... એ કેવી વિચિત્ર વાત છે આ દેશની મહાન સંસ્કૃતિ, જીવન પદ્ધતિને શિક્ષણના માધ્યમથી પુન:જીવિત કરવાનો જરા સરખો જો પ્રયાસ થાય તો દેશના કેટલાક લોકો હોબાળો મચાવી મૂકે છે. પોતાની જ શ્રેષ્ઠ વાતોનું ગૌરવ પોતે ન લઇ શકવું એ કેવી દયનીય સ્થિતિ છે આ મુદ્દાનો વિચાર જ્યારે ચાલતો હોય ત્યારે અનેક પ્રશ્નો ઉદ્ભવે છે.
અમુક મહાનુભાવો શિક્ષણનું ભગવાકરણ શેને કહે છે? નીચે થોડા પ્રશ્નો પૂછવાનું મન થાય છે. સમાજના શિક્ષણવિદો, ચિંતકો, દરેક નાગરિક એના ઉપર મનોમંથન કરે... ભારતના ઋષિમુનિઓએ સૂત્ર આપ્યું છે- 'વસુધૈવ કુટુમ્બકમ્’ શું ભારતનાં સંતાનોને આવી વ્યાપક દૃષ્ટિ આપવી એ શિક્ષણનું ભગવાકરણ છે? ભારતના મહાન પૂર્વજોએ કહ્યું છે- 'સર્વે ભવન્તુ સુખિન:.’ 'આત્મવત્ સર્વભૂતેષુ’ શું ચરાચર જીવસૃષ્ટિના કલ્યાણની કામના કરવાનું શિક્ષણ આપવું એ પુરાતનવાદી વિચાર છે? આધુનિકતા એને કારણે ખોવાઇ જાય છે? જે શિક્ષણ દ્વારા દેશના મહાન પ્રાચીન વૈજ્ઞાનિકો જેવા કે- ભારદ્વાજ, આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, વરાહમિહિ‌ર, બ્રહ્મગુપ્ત, ચરક, સુશ્રુત, કણાદ, નાગાર્જુન અને જગદીશચંદ્ર બોઝની મહાન શોધોનો પરિચય કરાવવો તેને સંકુચિતતા કહેવાય?
ભારત તો અતિ પ્રાચીન-સનાતન રાષ્ટ્ર છે... હજારો વર્ષનો લાંબો ઇતિહાસ છે, એ ભણાવવાની વાત જ નહીં કરવાની? એ વાત કરો તો... ભગવાકરણ? મહારાણા પ્રતાપ, ગુરુ ગોવિંદસિંહ, છત્રસાલ, ઝાંસીની રાણી, સુભાષાચંદ્ર બોઝ, ડો. બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર જેવા મહાપુરુષોની જો તમે વાતો કરો તો... ભગવાકરણ? હવે સેક્યુલર-ભારતીયતા વિરોધી જમાતે એક નવું તૂત ઉપાડયું છે. વિદ્યાર્થીના ચારિત્ર્ય ઘડતરમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે એવા પુસ્તકોનો વિરોધ શરૂ કર્યો છે. દેશના ખ્યાતનામ શિક્ષણવિદ્ દીનાનાથ બત્રાનાં પુસ્તકોના ગુજરાતી ભાવાનુવાદને પાઠયપુસ્તકો સિવાયના 'ઉપયોગી પૂરક સાહિ‌ત્ય’ તરીકે અમલમાં લાવતાં જ હોબાળો મચાવ્યો છે. આ પુસ્તકોમાં એવું તે શું છે તે આ ભારતીયતા વિરોધી લોકો મેદાનમાં આવી ગયા?
'તેજોમય ભારત’ નામના પુસ્તકમાં ભારતની વૈશ્વિક બહુમુખી મહાનતાનું નિરૂપણ કર્યું છે. આપણે ભવ્ય તેમજ અતુલ્ય વારસો આધુનિક ભારતના નવ-નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી શકે છે. પ્રાચીન, મધ્યકાળથી લઇને અર્વાચીન કાળ સુધીના ભારત નિર્માણમાં અધ્યાત્મ, અખંડ, સમર્થ, નૈતિક, સમરસ ભારત સાથે સાહિ‌ત્ય કલામય અને વિજ્ઞાનમય ભારતના જ્ઞાનનો અમૂલ્ય ખજાનો વર્ણવવામાં આવ્યો છે. આ પુસ્તકમાં કુલ ૧૦ પ્રકરણ છે. તેમાં પુણ્યભૂમિ ભારત, આધ્યાત્મિક ભારત, અખંડ ભારત, વિજ્ઞાનમય ભારત (જ્ઞાન-વિજ્ઞાન અને ભારતીય વિદ્યાઓ), જ્ઞાનપુંજ ભારત, સમર્થ ભારત, સમરસ ભારત, સાહિ‌ત્યિક ભારત તેમજ કલામય ભારતની માહિ‌તી છે. બીજું પુસ્તક 'વૈદિક ગણિત’ અંગે છે.
પ્રાચીન વૈદિક ગણિત કઇ રીતે આધુનિક ગણિત શિક્ષણને સમજવા-ગણવામાં ઉપયોગી પુરવાર થઇ શકે. વૈદિક ગણિતની પ્રાચીન પદ્ધતિ વ્યવહારુ ગણિતના ઉકેલમાં કેવી રીતે ઉપયોગી થઇ શકે તે આ પુસ્તકમાં છે. આ પુસ્તક ગણિતનું વ્યવહારુ દર્શન કરાવે છે. વૈદિક ગણિત છેલ્લાં ત્રણ વર્ષથી એનસીઆરટીના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે. આમાંનાં કેટલાંક પુસ્તકો તો સન ૧૯૯૮થી અમલમાં છે. છતાંય આ પુસ્તકો સામે હોબાળો અચાનક કેમ શરૂ થયો? રાજકીય તેમજ વૈચારિક સ્વાર્થ હોઇ શકે? શિક્ષણમાં ત્રિવેણી પુસ્તકમાં જ્ઞાન, ભાવ અને ક્રિયાની ત્રિવેણી છે. શિક્ષણમાં આ ત્રણેયનો સમન્વય કરવો આ પુસ્તકનું હાર્દ છે.
શિક્ષણમાં અનુભવ મેળવેલું જ્ઞાન, પ્રારંભિક શિક્ષણમાં મળેલા મૂલ્ય વારસાનો ભાવ અને તેનો વ્યક્તિ ચારિત્ર્ય નિર્માણ વ્યવહારમાં સમાવેશ કઇ રીતે થાય તે પુસ્તકનો કેન્દ્રીય વિચાર છે. શિક્ષણના ભારતીયકરણનો વૈકલ્પિક શિક્ષણની નીતિનો આધાર રાષ્ટ્રીય જીવન અને તેની સંસ્કૃતિ છે તે વિચાર આ પુસ્તકમાં કેન્દ્રસ્થાને છે. જે શિક્ષણથી મનુષ્યને આ રાષ્ટ્રની સંસ્કૃતિ સમજાવી શકાય, રાષ્ટ્રજીવન સાથે સમરસ કરી શકાય, આપણા જ્ઞાનની મદદથી ઋષિ-મુનિઓ અને વૈજ્ઞાનિકોને ઓળખી શકાય અને પરિણામે શ્રેષ્ઠ, રાષ્ટ્રભક્ત મનુષ્યનું નિર્માણ કરી શકાય તો વિરોધ કરનાર મહાનુભાવોને શેનું પેટમાં દુ:ખે છે?'
Post a Comment