Saturday, August 16, 2014

મેદસ્વીતાનું સત્ય


મેદસ્વીતાનું સત્ય

 

 
પાતળી કમર, કમનીય કાયા આપ પણ ઇચ્છો છો, પણ શરીર પર જમા થયેલી ચરબીના થર પોતાની જગાએથી હલતાં જ નથી ને! જાણો, શું કહે છે મેદસ્વીતા સાથે જોડાયેલા તથ્યો અને અધ્યયન...
 
નજર ટી.વી. પર હાથ પ્લેટમાં
ટી.વી. જોતાં જોતાં ભોજન કરી રહ્યાં છો તો સાવધાન-કેમ કે ટી.વી. જોતાં જોતાં તમે વધુ ખાઈ શકો છો. સંશોધકોનું કહેવું છે કે, ખાતી વખતે ભોજનનો સ્વાદ, માત્રા અને સામગ્રી પર ધ્યાન આપવાથી તમે ઓછું અને સમજી-વિચારીને જમશો.
બ્રિટનના સંશોધકોનું કહેવું છે કે, દરરોજના ડાયેટિંગના બદલે સપ્તાહમાં બે દિવસ માત્ર ૬૫૦ કેલોરી ખાઈને પણ તમે વજન ઘટાડી શકો છો. બાકીના પાંચ દિવસ જે ઇચ્છો એ ખાવ, પણ હેલ્ધી ફૂડ હોવું જોઈએ. સપ્તાહમાં બે દિવસ તાજાં ફળ, શાકભાજી અને દૂધ લો, પણ નોનવેજ અને બ્રેડ, પાસ્તા,બટાકાથી દૂર રહો. અમેરિકાનું એક સંશોધન કહે છે કે, મિત્રો કે સખીઓ સાથે હરવા-ફરવાથી આપણે ખુશ રહીએ છીએ, જેથી શરીરમાં બ્રાઉન ફેટનું સ્તર વધે છે. જે એક્સ્ટ્રા ફેટને બાળે છે. હવે ખુલ્લા મને મિત્રો કે સખીઓ સાથે હરો-ફરો, દિલ ખુશ થશે અને સ્લિમ પણ બનશો. વોશિંગ્ટન યુનિર્વિસટીના સંશોધનકારોએ ભોજનમાં રહેલા ફેટની ઓળખ કરનારી ઇન્દ્રિય શોધી છે, જે આપણી જીભમાં રહેલી છે. સીડી-૩૬ નામક આ અભિગ્રાહી ઇન્દ્રિય જે લોકોમાં વધુ સક્રિય હોય છે, તેઓ ખાવાનું જોઈને જ જાણી જાય છે કે, એમાં ફેટની માત્રા વધુ હશે અને એ રીતે મેદસ્વિતા વધારનારી વાનગીઓથી તેઓ દૂર રહે છે. લાલ રંગ આપને મેદસ્વીતાના ભય સામે પણ બચાવી શકે છે. જર્મની અને સ્વિત્ઝરલેન્ડમાં થયેલા અભ્યાસમાં જણાયું કે, લાલ પ્લેટ અને લાલ કપમાં ખાવા-પીવાવાળા લોકોના ખાવામાં માત્ર આ બદલાવથી ૪૪ ટકા સુધી ઘટાડો થયો. એવું આ રંગને લઈને બનેલી માનસિકતાને કારણે બન્યું, જે ખતરા કે નિષેધ સાથે જોડાયેલી છે. રિફાઈન્ડની જગ્યાએ ઓલિવ ઓઈલના ઉપયોગથી તમે કમનીય કાયા મેળવી શકો છો. ડાયાબિટીસ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને રાષ્ટ્રીય ડાયાબિટીસ,ઓબેસિટી અને કોલેસ્ટ્રોલ ફાઉન્ડેશનના અભ્યાસ અનુસાર આ તેલ મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડથી ભરપૂર છે, જે શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારીને કમરનો ભાગ ઘટાડે છે. આલ્બર્ટ યુનિર્વિસટીના એક સંશોધનથી એ વાત સામે આવી કે, લોકોને એ તો ખ્યાલ હોય છે જ કે, ફિટ કેવી રીતે રહી શકાય, પણ તેમનામાં સ્વયંને કંટ્રોલ કરવાની ઇચ્છાશક્તિની ઉણપ હોય છે. આ કારણસર તમે દર બીજા દિવસે કેલોરીયુક્ત કંઈક ખાઈ લો છો. અધ્યયનમાં એ પણ જણાયું કે, હાઈ બીએસઆરવાળા લોકો ડાયેટ બાબતે વધુ જાગૃત હોય છે, જરૃર છે દૃઢ ઇચ્છાશક્તિની. હું તો કંઈ પણ નથી ખાતી તો પણ જાડી થઈ રહી છું. મોટાભાગની મહિલાઓ ખાવા બાબતે આવું જૂઠું બોલતી માલૂમ પડે છે, પણ હવે વધારે જૂઠું બોલ્યા તો પકડાઈ જશો. રિસર્ચ કહે છે, સરેરાશ એક મહિલા એક સપ્તાહમાં લગભગ નવવાર જૂઠું બોલે છે. ભોજન પ્રત્યેની આ જ બેઇમાની એમને મેદસ્વી બનાવે છે. જો તમે દરરોજ હાઈફેટ ડાયેટ જેવાં કે ક્રીમ, ચીઝ, સમોસા ખાતાં હોવ તો સમજી લો કે એ મેદસ્વિતા સાથે મિત્રતા અને મસ્તક સાથે દુશ્મની કરો છો. ફેટ (ચરબી)ના આ સ્તર મસ્તકના એ ભાગ પર પ્રહાર કરે છે, જે બોડીને એ સિગ્નલ મોકલે છે કે, બસ હવે ખાવાનું બંધ કરો. નવું અધ્યયન જણાવે છે કે, મેદસ્વિતાને કારણે હૃદયની માંસપેશીઓમાં સોજા આવી જાય છે, જેનાથી હૃદય પર એટેક, સ્ટ્રોક અને કંજેસ્ટિવ હાર્ટ ફેલિયરની આશંકા વધે છે. અધ્યયન એ પણ બતાવે છે કે, ૨૦૨૦ સુધીમાં વિશ્વમાં જેટલા હૃદયરોગીઓ હશે તેમાંથી ૪૦ ટકા ભારતીય હશે. વજનને કાબૂમાં રાખશે વોક એન્ડ ટોક ફંડા. અમેરિકાની ઓરેગન સ્ટેટ યુનિર્વિસટીના હાલના અધ્યયન મુજબ કામકાજ દરમિયાન મામૂલી ચહલપહલ અને હાથ-પગ હલાવતા રહેવું એટલું જ કારગર છે, જેટલું જિમમાં કલાકો સુધી પરસેવો વહાવવો. તમે ઘરની સાફસફાઈ કરો, બાગકામ કરો કે ફોન પર વાત કરતી વખતે ખુશમિજાજ રાખો, સારી એવી કેલોરી બળશે. લંડનની ર્મિશયા યુનિર્વિસટીના શોધકર્તાઓએ પોતાના અધ્યયનમાં જાણ્યું કે, જે લોકો બપોરનું ખાણું ૧૨થી ૩ની વચ્ચે જમી લે છે તેઓ મોડું ખાનારી વ્યક્તિઓ કરતાં પાતળા હોય છે. એ જ રીતે રાત્રીનું ભોજન જલદી ખાનાર પણ લેટ ડિનર કરનારાઓની તુલનામાં પાતળા હોય છે. જ્યારે કાંઈક ખાધા પછી આપણું પેટ ભરાઈ જાય છે, તો શરીરમાં રહેલું લેપ્ટિન નામક હોર્મોન મગજને સંકેત મોકલે છે, પણ જાડા લોકોમાં આ હોર્મોન બેઅસર રહેતું હોય છે. એનું કારણ ડાયેટમાં વધુ મીઠું હોવું છે. એટલા માટે પાતળા થવા ઇચ્છતા હોવ તો પહેલાં ડાયેટમાં મીઠું ઘટાડી દો.
રિસર્ચ જણાવે છે કે, દરરોજ ત્રીસ મિનિટ સુધીના ર્કાિડયો સેશનથી આપના મગજ સુધી વધારાના રક્તની સાથે ઓક્સિજન અને પોષક તત્ત્વ પણ પહોંચે છે, જે મગજને પોતાની અધિકતમ ક્ષમતાઓ સુધી કામ કરવા માટે જરૃરી છે. એનાથી મગજમાં યાદદાસ્ત, પ્રોબ્લેમ સોલ્વિંગ અને નિર્ણય લેવાની ક્ષમતાઓ વધારનારા કેમિકલ્સ વધે છે. ર્કાિડયો નિયમિત કરવાથી આપના મસ્તકની સંરચનામાં સારો બદલાવ આવે છે, જે લાંબા સમય સુધી જળવાઈ રહે છે.
ક્રેવિંગ અર્થાત્ અસ્વસ્થ ફેટી ચીજ ખાવાની ઇચ્છા પર જીત મેળવવાની રીત બતાવી છે જર્નલ ઓફ કંજ્યૂમર સ્ટડીમાં છપાયેલા એક રિસર્ચે. જ્યારે પણ કંઈ અસ્વસ્થ ચીજ સામે આવે તો એવું કહેવાને બદલે કે આ ખાવું મના છે, એવું કહો કે હું આ નથી ખાતી. આ સ્ટડીને સાચી માનો તો જે લોકોએ પોતાની વાતને કહેવાની રીતમાં બદલાવ કર્યો, તેઓ ક્રેવિંગ પર કાબૂ મેળવવામાં ૮૦ ટકા સુધી વધુ સફળ રહ્યા.
બપોરના લંચમાં ૨૫૦ કેલોરી સુધી ઓછી લો અને વર્ષમાં ૨૬ પાઉન્ડ સુધી વજન ઘટાડો. એના માટે કોશિશ કરો કે ઘરેથી લંચ લઈને જ આવો. જો રેસ્ટોરન્ટમાં ખાઈ રહ્યાં હોવ તો બુફેને બદલે જે-તે ચીજ મગાવીને ખાવ. ખાસ કરીને બુફેમાં વ્યક્તિ ઓવરઈટિંગ કરી લે છે, જ્યારે ઓર્ડર કરીને મગાવવામાં આપની પાસે લો કેલોરી સૂપ, સલાડ વગેરે મગાવવાનું ઓપ્શન રહે છે.
મોટાભાગની મહિલાઓ પતિ સાથે ઝઘડો થવાથી ખાવા પર તૂટી પડે છે અને બેડોળ બનતી જાય છે, જેથી પતિ તેના વખાણ કરવા બંધ કરી દે છે. પતિની ઉપેક્ષા તેને વધુ તનાવ અને એકલતા આપે છે. એને ઇમોશનલ ઇટિંગ કહે છે. ક્યારેક જ્યારે આપણને ખૂબ જ ભૂખ લાગી હોય તો એવે વખતે આપણે ખાતાં પૂર્વે એ નથી જોતાં કે આપણે શું ખાઈ રહ્યાં છીએ. એને સિચ્યુએશન ઇટિંગ કહે છે.
Post a Comment