Tuesday, October 14, 2014

21 અને 23મીએ ખાસ સંયોગઃ આ 11માંથી કોઇ 1 વસ્તુ ખાસ રાખો ઘરમાં

21 અને 23મીએ ખાસ સંયોગઃ 

આ 11માંથી કોઇ 1 વસ્તુ ખાસ રાખો ઘરમાં


આ મહિનાની 21 અને 23 તારીખ ખૂબ જ ખાસ છે કારણ કે, 21 તારીખે ધનતેરસ અને 23 તારીખે દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. આ બન્ને જ પર્વ ધન સંબંધી પર્વ છે. આ માટે આ બન્ને દિવસોમાંથી કોઇપણ એક દિવસે કરવામાં આવેલ ધનસંબંધી ઉપાય ખૂબ જ જલ્દી ફળ પ્રદાન કરે છે. આ જ કારણ છે કે, આ બન્ને દિવસોમાં વિવિધ ઉપાયના માધ્યમથી ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં  આવે છે.
 
જ્યોતિષ અને તંત્ર શાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે કે, જેને ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે વસ્તુઓ ધનને આપણી તરફ આકર્ષિત કરે છે. આજે અમે તમને થોડી એવી જ વસ્તુઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ. આગળ જણાવવામાં આવેલી આ 11 વસ્તુઓમાંથી કોઇ પણ એક જો તમે ધનતેરસ અથવા દિવાળીના દિવસે પોતાના ઘરમાં વિધિ-વિધાન પૂર્વક રાખશો તો ધનલાભ થવાની સંભાવના બની શકે છે.
 
1-ચાંદીની લક્ષ્મી-ગણેશની મૂર્તિઃ-
 
ધનતેરસ અથવા દીવાળીના દિવસે વિધિવત પૂજન કર્યા પછી ચાંદીની બનેલી લક્ષ્મી-ગણેશની મૂર્તિને ઘરની પૂજા સ્થળ પર રાખવી જોઇએ. ત્યાર પછી દરરોજ તેની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી આવતી નથી અને ઘરમાં સુખ-શાંતિ પણ બની રહે છે.

2-શ્રીયંત્ર
 
યંત્ર શાસ્ત્રમાં શ્રીયંત્રની વિશેષ મહિમાં જણાવવામાં આવી છે. શ્રીયંત્રને યંત્રરાજની ઉપાધિ આપવામાં આવી છે. આ યંત્રને ધન વૃદ્ધિ, ધન પ્રાપ્તિ, રૂણ સંબંધી ધન મેળવવા માટે, લોન વગેરે પ્રાપ્ત કરવા માટે તથા લોટરી, સટ્ટો વગેરે દ્વારા ધન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ધનતેરસ અથવા દિવાળીના દિવસે તેની સ્થાપના ઘરના પૂજા સ્થળ પર કરવી જોઇએ.
 
3-લઘુ નારિયેળઃ-
 
આ નારિયેળ બાકી નારિયેળ કરતા નાનું હોય છે. તંત્ર-મંત્રમાં તેનું ખાસ મહત્વ હોય છે. નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે એટલે કે, દેવી લક્ષ્મીનું ફળ. ધનતેરસ અથવા દિવાળીના દિવસે તેની વિધિ-વિધાનથી પૂજા કરી લાલ કપડામાં બાંધીને એવા સ્થાન પર રાખવું જોઇએ જ્યાં કોઇની નજર તેના પર ના પડે. આ ઉપાયથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.

4-કમળ ગટ્ટા
 
કમળ ગટ્ટાએ કમળમાંથી નિકળતું એક પ્રકારનું બીજ છે. કેમ કે, માતા લક્ષ્મી કમળ પર જ વિરાજમાન રહે છે. આ માટે આ બીજને ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે. ધનતેરસ અથવા દિવાળીની દિવસે કમળ ગટ્ટાને પૂજા સ્થાન પર રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
 
5-કુબેર પ્રતિમા
 
ભગવાન કુબેર યક્ષ અને ગંધર્વોના સ્વામી છે. આ આખા સંસારના ધનનું રક્ષણ કરે છે. ધનતેરસ અથવા દિવાળીના દિવસે તેમની પ્રતિમાને ઉત્તર દિશામાં રાખવી. આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યાં તેમની પ્રતિમાં રાખેલી હોય ત્યાં સાફ-સફાઈ રોજ કરવી જ જોઇએ. જે મહિલાઓ ઋતુમતી હોય તે મહિલાઓએ કુબેર દેવની પ્રતિમાને હાથ લગાવવો જોઇએ નહીં.

6-માતા લક્ષ્મીની ચરણ પાદુકાઓઃ-
 
ધનતેરસ અથવા દિવાળીના દિવસે માતા લક્ષ્મીની ચાંદીના ચરણ પાદુકાઓ ધન સ્થાન પર એવી રીતે રાખવા કે તેમની દિશા ધન સ્થાનની તરફ રહેતી હોય. આ ચરણ પાદુકા આ રીતે રાખવાનો અર્થ એ થાય કે, લક્ષ્મી હમેશાં ધન સ્થાનમાં જ નિવાસ કરે. આ ખૂબ જ ખાસ અને અચુક ઉપાય છે.
 
7- કોડીઃ-
 
કોડી દરિયામાંથી નિકળી છે. દેખાવમાં આ કોડીઓ ખૂબ જ સાધારણ હોય છે, પરંતુ તેનો પ્રભાવ ખૂબ જ વધારે હોય છે. લક્ષ્મીજી સમુદ્રથી ઉત્પન્ન થાય છે અને કોડીઓ પણ સમુદ્રમાંથી જ નિકળે છે. આ માટે તેમાં ધનને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રાકૃતિક ગુણ હોય છે. ધનતેરસ અથવા દિવાળીના દિવસે આ કોડીઓને ધન સ્થાન પર રાખવી શુભ માનવામાં આવે છે.

8- પારાથી નર્મિત લક્ષ્મી પ્રતિમાઃ-
 
તંત્ર શાસ્ત્રમાં પારાથી નિર્મિત દેવ પ્રતિમાઓને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. ઘરમાં પારાથી નિર્મિત લક્ષ્મી પ્રતિમાં રાખવાથી ખૂબ જ લાભ થાય છે. ધનતેરસ અથવા દિવાળીના દિવસોમાં આ પ્રતિમાઓની સ્થાપના ઘરના પૂજા સ્થાન પર કરવી જોઇએ અને તેમની પૂજા કરવી જોઇએ. પારાની લક્ષ્મી પ્રતિમાનું પૂજન કરવાથી ઘરને ખરાબ નજર લાગતી નથી જો ઘરમાં કોઇ નકારાત્મક શક્તિ હોય તો તે પણ જાતે જ દૂર થાય છે.
 
9- મોતી શંખઃ-
 
મોતી શંખ એક ખૂબ જ દુર્લભ પ્રજાતિનો શંખ માનવામાં આવે છે. તંત્ર શાસ્ત્ર મુજબ આ શંખ ખૂબ જ ચમત્કારી હોય છે. આ શંખ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. આ શંખને ઘરમાં રાખવાથી ધન-સંપત્તિ વધવા લાગે છે અને પરિવારના લોકો વચ્ચેની સમજણ શક્તિ વધુ સારી બની રહે છે. ધનતેરસ અથવા દિવાળીના દિવસે આ શંખને પોતાની તિજોરીમાં રાખવો.

10-એકાક્ષી નારિયેળઃ-
 
આ નારિયેળનો એક પ્રકાર છે, પરંતુ તેનો પ્રયોગ મોટા ભાગે તંત્ર પ્રયોગમાં કરવામાં આવે છે. તેના પર આંખ જેવું એક નિશાન હોય છે. આ માટે જ આ નારિયેળને એકાક્ષી નારિયેળ કહેવામાં આવે છે. ધનતેરસ અથવા દિવાળીના દિવસે તેને ધન સ્થાન અથવા પૂજા સ્થાન કોઇપણ જગ્યાએ રાખી શકાય છે.
 
11- દક્ષિણાવર્તી શંખઃ-
 
તંત્ર-મંત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ હોય છે. ધનતેરસ અથવા દિવાળીના દિવસે આ શંખને પૂજા સ્થાન અથવા તિજોરીમાં રાખવાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. દક્ષિણાવર્તી શંખથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવાથી બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે અને જાતકને ક્યારેય કોઇપણ વસ્તુની કમીનો અનુભવ થતો નથી. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેનો આ ખૂબ જ શ્રેષ્ઠ ઉપાય છે.
Post a Comment