Monday, October 20, 2014

આ 9 કામ કરવાથી રિસાઇ જાય છે ધનની દેવી,

આ 9 કામ કરવાથી રિસાઇ જાય છે ધનની દેવી,એવું માનવામાં આવે છે કે, દિવાળીના દિવસોમાં માતા લક્ષ્મી આખી પૃથ્વી પર ભમ્રણ કરવા નિકળી છે. આ દિવસે તે જેના પણ પૂજનથી પ્રસન્ન થાય છે, ત્યાં તે સ્થાયી સ્વરૂપે નિવસ કરવા લાગે છે. આ માટે દિવાળીના દિવસોમાં ધન, એશ્વર્ય અને વૈભવપૂર્ણ જીવન માટે માતા લક્ષ્મીનું પૂજન અને આરાધના કરવામાં આવે છે. દરિદ્રતા દૂર કરવા અને લક્ષ્મીને પ્રસન્ન રાખવા માટે ઘણા પ્રમુખ સૂત્ર આપણા ગ્રંથોમાં જણાવવામાં આવ્યા છે. આ સૂત્રોને ન માનવા પર ગમે તેટલી લક્ષ્મી આરાધના કરવામાં આવે ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થતો નથી. ઘરમાં પૈસા ટકતા નથી. શાસ્ત્રોમાં થોડી એવી બાબતો વિશે પણ જણાવવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનો વાસ હોય તો પણ દેવી લક્ષ્મી તેમને છોડીને જતી રહે છે. તમે પણ આ ઉપયોગી અને રોચક વાતોને જાણો જેનાથી તમે ક્યારેય આવી ભૂલો ન કરો અને સ્થિર લક્ષ્મી હમેશાં તમારા ઘરમાં સ્થાયી સ્વરૂપે નિવાસ કરે.
 
હિન્દુ ઘર્મશાસ્ત્ર કહે છે કે-
 
कुचैलिनं दन्तमलोपधारिणं ब्रह्वाशिनं निष्ठुरवाक्यभाषिणम्।
सूर्योदये ह्यस्तमयेपि शायिनं विमुञ्चति श्रीरपि चक्रपाणिम्।।
 
આ બે સમયે ક્યારેય સૂવું ન જોઇએઃ-
 
સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયને હિન્દુ ધર્મમાં શુભ, મંગળકારી અને દૈવીય કૃપા પ્રદાન કરનાર માનવામાં આવે છે. સૂર્યોદયમાં લક્ષ્મીપતિ વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. ત્યાં જ સાંજના સમયને પણ માતા લક્ષ્મીના ભ્રમણ કાળ તરીકે માનવામાં આવે છે. આ માટે આ બન્ને સમયે સૂવું ઘરમાં દરિદ્રતાનો નિવાસ પ્રદાન કરે છે અને ઘર-પરિવારની ખુશહાલી ઓછી થવા લાગે છે.

જે લોકોના ઘરમાં હમેશાં ગંદગી રહે છે, ત્યાં નેગેટિવ એનર્જી વધારે રહે છે. ઘરમાં જો સરખી રીતે સાફ સફાઇ ન થાય તો તે ઘરને વાસ્તુ પ્રમાણે પણ દોષવાળું માનવામાં આવે છે. જ્યારે જ્યાં સાફ-સફાઇ રહે છે તે ઘરમાં મન પ્રસન્ન અને આનંદિત રહે છે. સાથે જ, ઘરની હકારાત્મક ઉર્જાનું સ્તર પણ ખૂબ જ વધારે હોય છે. આ માટે સાફ રાખવા પર માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.
 
ક્લેશ કરવુઃ-
 
જે ઘરમાં શાંતિ રહેતી નથી. જ્યાં હમેશાં ઘરના સભ્યોમાં ઝગડા થતા રહેતા હોય છે તેવા ઘરમાં બીમારી અને દરિદ્રતાનું પ્રમાણ વધી જાય છે. આવા ઘરમાં ક્યારેય માતા લક્ષ્મી પોતાની કૃપા વરસાવતી નથી.

ગંદા કપડા પહેરવાઃ-
 
શાસ્ત્રો મુજબ જે લોકો ગંદા કપડા પહેરે છે. જેને જુના કપડા પહેરવામાં આનંદ આવે છે ત્યાં ક્યારેય માતા લક્ષ્મી પ્રસન્ન થતી નથી, ત્યાં હમેશાં દરિદ્રતા જ રહે છે. જો ઘરના રસોડાથી લઇને કાર સાફ કરવા સુધી બધા જ કપડા સાફ નથી રહેતા તેવા ઘરમાં હમેશાં દરિદ્રતાનો જ વાસ રહે છે.
 
કડવું ન બોલવુઃ-
 
ઘણા લોકોની આદત હોય છે કે, તેઓ ક્યારેય કોઇની સાથે પ્રેમથી વાત નથી કરતા. આવા લોકોની વાણીમાં ક્યારેય મિઠાસ આવતી નથી. આવા લોકો બધાને જ કંઇ પણ બોલી શકે છે જેનાથી સામેવાળા લોકોને દુઃખ થાય છે. આજ કારણને લીધી અને આવા લોકોની ખરાબ આદતને લઇને માતા લક્ષ્મી તેમનાથી રિસાઇ જાય છે.

દાંત સાફ ન કરવાઃ-
 
માતા લક્ષ્મીને સાફ-સફાઇ ખૂબ જ પ્રિય છે, જે લોકો પોતાના શરીર અને દાંતની સફાઇનું ધ્યાન નથી રાખતા તેમના ઘરમાં લક્ષ્મી નિવાસ કરતી નથી. ખાસ કરીને આ આદતને અપિવત્રતા જ કહેવામાં આવે છે, પરંતુ આ પ્રકારની ખરાબ આદત તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે. આ શરીરને નબળું કરે છે અને કામકાજથી પણ દૂર રાખી શકે છે અને આળસનો અનુભવ કરાવે છે. પુરૂષાર્થહીન વ્યક્તિથી પણ લક્ષ્મી તમારાથી રિસાઇ જાય છે.
 
રાત્રે ઘરમાં એંઠા વાસણ રાખવાઃ-
 
તમે મોટા ભાગે લોકોને આ વાત કહેતા સાંભળ્યા હશે કે, રાત્રે એંઠા વાસણ રાખવા ન જોઇએ. આ વાતના બે અર્થ થાય છે. પહેલી વાત તો રાત્રે એંઠા વાસણ રાખવાથી તેમાં જીવાણું પેદા થાય છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. બીજુ કારણ આપણા ગ્રંથો સાથે જોડાયેલું છે. આપણા ધર્મ ગ્રંથોમાં એવું માનવામાં આવે છે કે, રાત્રે એંઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી રિસાઇ જાય છે.

સવારે મોડેથી સ્નાન કરવુઃ-
 
શાસ્ત્રમાં સૂર્યોદયથી પહેલાં કરવામાં આવેલાં સ્નાનને દેવ સ્નાન અને તેના પછી કરેલાં સ્નાનને રાક્ષસ સ્નાન કહેવામાં આવે છે. જે ઘરની વહું સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી ઘરના ફળિયાને સાફ કરી ત્યાં સ્વસ્તિક બનાવે છે. તે ઘરમાં સ્થિર લક્ષ્મીનો નિવાસ થાય છે. જ્યારે જે ઘરના લોકો મોડેથી સ્નાન કરે છે ત્યાં સ્થિર લક્ષ્મીનો નિવાસ ક્યારેય થતો નથી.
Post a Comment