Sunday, November 16, 2014

ઓળખો શરીરમાં કયા વિટામિનની છે

ઓળખો શરીરમાં કયા વિટામિનની છે કમી ને તેની પૂર્તિ કરી જીવો સ્વસ્થ જીવન!
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ  દરેક વ્યક્તિને જીવનભર તંદુરસ્ત રહેવા માટે પૂરતાં વિટામિનની જરૂર હોય છે, પરંતું શું તમે જાણો છો કે જ્યારે આપણા શરીરમાં આ વિટામિનની કમી સર્જાય છે ત્યારે આપણું શરીર તેના સંકેત આપે છે. વિટામિનની કમી સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોય છે. ખાસ કરીને આજકાલના પ્રોસસ્ડ ફુડ ડાયટને કારણે આ સમસ્યા સામાન્ય બનતી જઈ રહી છે.
 

નિષ્ણાંતોનું માનવું છે કે વિટામિન્સની કમીને કારણે વ્યક્તિને રોગ ન થાય પરંતુ તેની દૈનિક કાર્યોમાં આ કમીને કારણે અનેક સમસ્યાઓ ઉદભવે છે. કારણ કે વિટામિન્સ શરીરમાં બધી જૈવ રસાયણ પ્રતિક્રિયાઓ માટે સહાયક હોય છે અને આપણા શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે આની બહુ જ જરૂર હોય છે. જેથી હમેશાં તમારા શરીરમાં નાની-નાની અસમાન્ય વિટામિન્સની કમીને સમજીને તેની પૂર્તિ કરી પાણી આવતાં પહેલાં પાળ બાંધો.

મોઢામાં ચીરા કે ચાંદા પડવા

આ નિયાસિન (બી 3), રાઈબોફ્લેવિન (બી 2) અને બી 12, આયરન, ઝિંક અને વિટામિન બીની કમીના લક્ષણ છે. શાકાહારી લોકોને મોટાભાગે આ સમસ્યા થતી હોય છે. જેથી આવા વિટામિન્સની કમીને દૂર કરવા માટે દાળ, ઈંડા, માછલી, ટ્યૂના, ક્લેમ, ટામેટા, મગફળી અને ફલીઓનું વધુને વધુ સેવન કરવું જોઈએ.

ચહેરા પર લાલ દાણા કે વાળ ખરવા

આ સમસ્યા મોટાભાગે બાયોટિન (બી 7) જે હેયર વિટામિનના માનથી પણ ઓળખાય છે જેની કમીને કારણે થાય છે. જ્યારે તમારું શરીર ફેટમાં ઘુલનશીલ વિટામિન (જેમ કે એ, ડી, ઈ, કે ) વગેરે શોષે છે ત્યારે આ પાણીમાં ઘુલનશીલ, વિટામિન બીને નષ્ટ કરે છે. જેનાથી બચવા માટે પકવેલા ઈંડા, સામન ફિશ, એવકાડો, મશરૂમ, કોબીજ, સોયાબીન, નટ્સ, રાસભરી અને કેળાનું સેવન કરવું જોઈએ.


ઘાવ કે સફેદ દાણા (ગાલ, જાંઘ અને કૂલ્હા પર)

આ સમસ્યા સામાન્ય રીતે ફેટી એસિડ અને વિટામિન એ અને ડીની કમીને કારણે થાય છે. તેનાથી બચવા માટે સંતૃપ્ત ફેટ અને ટ્રાંસ ફેટનું સેવન ઓછું કરવું જોઈએ અને સ્વસ્થ ફેટના સેવનમાં વૃદ્ધિ કરવી. તમે ઈચ્છો તો માત્ર ડોક્ટરની સલાહથી આ સપ્લીમેન્ટનું સેવન કરી શકો છો.
 

હાથ, પગ વગેરેમાં ઝનઝનાટ, ભોંકાવું અને સ્તબ્ધ થવું
આ વિટામિન બી, જેમ કે ફોલેટ (B9), બી -6, અને બી 12ની કમીને કારણે થાય છે. આ સ્નાયુઓ અને જ્યાં તે સમાપ્ત થાય છે ત્યાંથી સંબંધિત એક સમસ્યા હોય છે. આ લક્ષણોની સાથે ચિંતા, તણાવ, એનીમિયા, થાક અને હોર્મોન્સ અસંતુલન વગેરેની સમસ્યાઓ પણ થાય છે. આનાથી બચવા માટે પાલક, શતાવરી, બીટ, સેમ, ઈંડા વગેરેનું સેવન કરવું જોઈએ.

માંસપેશીઓમાં દુખાવો
પગની આંગળીઓ, પગના કમાનમાં દુઃખાવો, પગના પાછળની તરફ દુઃખાવો વગેરે મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ વગેરેની કમીને કારણે થાય છે. તેનાથી બચવા માટે કેળા, બદામ, અખરોટ, સ્કવેશ, ચેરી, સફરજન, દ્રાક્ષ, બ્રોકોલીનું નિયમિત સેવન કરવું જોઈએ.
 

પ્રોટીનની કમીને કારણે થતી પેઢાની બીમારીઓ
પેઢાની બીમારી કોઈપણ ઉંમરમાં થઈ શકે છે. પરંતુ 35 વર્ષની ઉંમર બાદ પેઢાની બીમારીનો ખતરો વધી જાય છે જેથી જો શરીરમાં પ્રોટીનની કમી છે તો આ ઉંમરમાં દર ચારમાંથી ત્રણ લોકો પેઢાની બીમારીથી પીડાય છે. દરરોજ 1000 મિગ્રા. પ્રોટીન અને વિટામિનનું સેવન કરવાથી આ બીમારીથી બચી શકાય છે.
 


મલ્ટીપલ સ્કલેરોસિસ
જે લોકોમાં વિટામિન ડીની કમી હોય છે તેવા લોકોને મલ્ટીપલ સ્કલેરોસિસ થાવનું જોકમ વધી જાય છે. કેનેડામાં થયેલી એક શોધ મુજબ સૂરજની રોશનીથી મળનારું આ વિટામિન મલ્ટીપલ સ્કલેરોસિસ
(એમએસ)ને રોકે છે. સ્કલેરોસિસમાં અંગ કે માંસપેશીઓ કઠોર થઈ જાય છે. આ શોધની રિપોર્ટ એક આયોજનમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. જેથી સૂરજની રોશની પણ શરીરમાં લેવી જોઈએ જેથી આ સમસ્યાથી બચી શકાય.
 

શિશુઓની માસપેશીમાં મચકોડ અને શ્વાસ લેવામાં પરેશાની
શિશુઓમાં વિટામિન ડીની કમી થવા પર માશપેશીઓમાં મચકોડ, શ્વાસ લેવામાં પરેશાની અને સ્ટ્રોક આવવાની સમસ્યા થઈ શકે છે. આવા લોકોના શરીરમાં કેલ્શિયમની કમી પણ સર્જાય છે. શ્વાસની તકલીફને કારણે બાળકોની પાસળીઓ નરમ પડી જાય છે અને આસપાસની માસપેશીઓ પર નબળી થઈ જાય છે.
Post a Comment