Sunday, April 12, 2015

દરેક ઘરમાં હોય છે ફટકડી, પણ તેના આ 15 જબરદસ્ત ફાયદા

ફટકડી એક એવું ક્રિસ્ટલ છે,  જે લગભગ બધા જ ઘરોમાં સરળતાથી મળી રહે છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે, આથી તમે તેને બગલમાં લગાવીને તેનો ડિયોડ્રંટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ અનોખી વસ્તુ એન્ટિબેક્ટેરિયલ હોવાથી દાંત સાથે જોડાયેલા રોગોમાંથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. આમ ફટકડી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણો અને તેના અનોખા ઉપયોગ અને ફાયદાઓ વિશે.

-એક રૂપિયા ભાર જેટલી ફટકડી પાણીમાં ઓગાળી પીવાથી દારુ પી ને લથડીયા ખાતા બેભાન બનેલા તરત જ ભાનમાં આવે છે અને નશો ઉતરે છે.Top of Form
 
-ફટકડીના ગાંગડાનો ભુકો કરી માટીની કલાડીમાં ધીમા તાપે ગરમ કરવું. પીગળીને પાણીનો ભાગ ઉડી જાય એટલે તે ફુલીને પતાસા જેવી થશે. એનો પાઉડર બનાવી શીશી ભરી લેવી. ઔષધમાં આ ફુલાવેલી ફટકડી જ વાપરવી. બાહ્ય ઉપચારમાં કાચી ફટકડી વપરાય છે. ફટકડી લોહીને વહેતું અટકાવે છે. એના આ ગ્રાહી ગુણને લીધે રક્તસ્રાવમાં એ બહુ ઉપયોગી છે.
 
- ગળામાં સોજો આવ્યો હોય, કાકડા વધ્યા હોય, મોંમાં ચાંદી પડી હોય, દાંતમાંથી લોહી પડતું હોય તો એક કપ નવશેકા પાણીમાં અડધી ચમચી ફટકડી નાખી નિયમિત સવાર-સાંજ કોગળા કરવાથી ઘણો ફાયદો થાય છે.
 
-શેકેલી ફટકડી 1-1 ગ્રામ સવાર સાંજ પાણી સાથે લેવાથી લોહીની ઊલટી બંદ થઈ જાય છે.

- બોરસલીની છાલના ચુર્ણમાં ફટકડીનું ચુર્ણ મેળવી હલતા દાંત પર હળવે હાથે ઘસવાથી દાંત મજબુત થાય છે. પેઢામાંથી લોહી નીકળતું હોય તેમાં પણ એનાથી ફાયદો થાય છે.
 
- વાગવાથી રક્તસ્રાવ બંધ થતો ન હોય તો ફટકડીનો પાઉડર મુકી પાટો બાંધી લેવાથી રક્તસ્રાવ તરત જ બંધ થાય છે.
 
- હરસમાં લોહી પડતું હોય તો બકરીના દૂધમાં ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર સવાર-સાંજ લેવાથી રક્તસ્રાવ બંધ થાય છે.
 
- માસિક વધારે આવતું હોય તો સવાર-સાંજ ૧/૪ ચમચી ફટકડીનો પાઉડર લેવાથી ઉત્તમ ફાયદો થાય છે.

-જો તમને ચહેરા પર કરચલીઓની સમસ્યા હોય તો તેના માટે ફટકડીને ઠંડા પાણીમાં ભીની કરીને તેને ચહેરા પર હળવા હાથે ઘસવી. હવે તેને સૂકાવા દેવી ત્યારબાદ તેને હાથ વડે સાફ કરી લેવું. આવું કેટલાક મહિના નિયમિત કરવાથી ચહરો ચમકવા લાગશે, કરચલીઓ દૂર થઈ જશે.   
 
- દમ અને ખાંસી જેવી બિમારીઓ હોય તો, અડધો ગ્રામ ફટકડીને ખાંડીને તેમાં મધ મિક્સ કરી લો. આ મિશ્રણને ચાટવાથી ફાયદો થશે.
 
- ફટકડીને ન્હાવાના પાણીમાં ઓગાળીને તેનો ઉપયોગ કરવાથી ખરજવું અને શરીરની દુર્ગંધથી તમે છુટકારો મેળવી શકો છો.
 
- કીડી કે મકોડાએ ડંખ માર્યો હોય ત્યારે ફટકડીના ટુકડાને તે જગ્યા પર ઘસો. આનાથી સોઝો, ઝખમ અને લાલાશ દૂર થશે

- ફટકડીને ચહેરા પર લગાવવાથી ચહેરો ઉજળો બને છે અને તમારી સ્કિન ટોન પણ થઈ જાય છે.
 
- એક લીટર પાણીમાં 10 ગ્રામ ફટકડીના ચૂરણને ઓગાળી લો. આ પાણીથી વાળ ધોવાથી માથામાં રહેલી જુ મરી જાય છે.
 
- અડધી ચમચી મધ અને બે ગ્રામ પીસેલી ફટકડી એક નાની ડબ્બીમાં ભરીને રાખી દેવું. આ મિશ્રણને આંજણની જેમ સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખમાં લાલાશની સમસ્યા દૂર થાય છે.
 
-કાનમાં ફોડલી કે પરૂ થઈ ગયું હોય તો એક વાટકીમાં થોડીક ફટકડી નાખીને આ પાણીની પિચકારીને કાનમાં નાખો. 
Post a Comment